સાઉથ ઇન્ડિયાની ફિલ્મોમાં ભાષાનું મહત્ત્વ છેઃ શાહિદ કપૂર

સાઉથ ઇન્ડિયાની ફિલ્મોમાં ભાષાનું મહત્ત્વ છેઃ શાહિદ કપૂર

સાઉથ ઇન્ડિયાની ફિલ્મોમાં ભાષાનું મહત્ત્વ છેઃ શાહિદ કપૂર

Blog Article

યુવા અભિનેતા શાહિદ કપૂરે તાજેતરમાં આઈફાના કાર્યક્રમમમાં હાજરી આપી હતી. ત્યાં તેણે સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરવાના તેના વિચાર અંગે વાત કરી હતી. આ ફિલ્મોની પ્રસંશા કરતાં તેણે સાઉથની ભાષાઓ પર પકડ મેળવવાના અને યોગ્ય રીતે સંવાદ બોલવાના મહત્વ અંગે પણ વાત કરી હતી.

શાહિદે કહ્યું, “હું ત્યાં ફિલ્મ કરવા માટે તૈયાર છું, પણ મને બસ એક જ ડર છે કે હું દર્શકોની ભાષા બાબતને અપેક્ષાઓ પર ખરો ઉતરી શકીશ કે નહીં. મારે એટલી તૈયારી કરવી છે કે હું યોગ્ય રીતે કામ આપી શકું.” જ્યારે શાહિદને તેની મનપસંદ સાઉથની ઇન્ડસ્ટ્રી વિશે પૂછવામાં આવ્યું તો તેણે સ્વીકાર્યું, “હું તેમાંથી કોઈના વિશે ખાસ જાણતો નથી. તેથી જે ફિલ્મ મેકર મારા પર વિશ્વાસ મુકે અને મને તેમની ફિલ્મ વિશે યોગ્ય રીતે સમજાવે તેની ફિલ્મ માટે હું તૈયાર છું.”

શાહિદ તેની નવી ફિલ્મ ‘દેવા’માં કામ કરી રહ્યો છે, જેમાં તેની સાથે પૂજા હેગડે મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું દિગ્દર્શન રોશન એન્ડ્રૂઝ કરશે. જેમાં શાહિદ એક પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. આ એક સસ્પેન્સ ફિલ્મ છે. આ ફિલ્મને આવતા વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ રિલીઝ કરવાનું આયોજન છે.

Report this page